દિલ્હી પોલીસના સ્વયંસેવકોએ "કોરોના હેલમેટ" પહેરી લોકોમાં જાગૃતિ ફેલાવી - જાગૃતિ અભિયાન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6969576-thumbnail-3x2-dilhi.jpg)
નવી દિલ્હી: દ્વારકા સેક્ટર-15ના ઓલ્ડ પાલમ રોડ પર કોરોના અવેરનેસ કેમ્પ ચલાવવામાં આવ્યો હતો. જેમાં જાહેર સ્વયંસેવકોએ કોરોના વાઇરસ જેવું હેલમેટ પહેરીને લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. આ અભિયાન દ્વારકા સેક્ટરની પોલીસ ચલાવી રહી છે. તમે જોઈ શકો છો કે, શેરીઓમાં આ સ્વયંસેવકોએ કોરોના હેલ્મેટ તેમજ કોરોના સલામતી કીટ પહેરી છે. આ લોકોને કામવગર નિકળેલા લોકોને રસ્તા પર રોકે છે અને તેમની સાથે વાત કરે છે અને લોકડાઉનનાં નિયમો સમજાવે છે. તેઓ સરકાર દ્વારા જારી માર્ગદર્શિકાને અનુસરવા તેઓને વિનંતી કરી રહ્યા છે. તે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો અને આ સમય દરમિયાન પણ સામાજિક અંતર જાળવો. આ સ્વયંસેવકો સાથે દ્વારકા કોમ્યુનિટી પોલીસ પણ જઈ રહી છે. સાથે જાહેરાત કરવા લોકોને જાગૃત કરવા. આ પછી આ સ્વયંસેવકો અને પોલીસકર્મીઓ પગપાળા પેટ્રોલિંગ કરતી વખતે ચેકિંગ પોઇન્ટ પર ગયા હતા અને ચેકિંગ માટે અટકેલા ડ્રાઇવરો સાથે વાતચીત કરી તેમને જાગૃત કર્યા હતા.