કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ શિવરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ FIR નોંધાવવા ક્રાઈમ બ્રાંચ પહોંચ્યા - પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વીજય સિંહ
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશઃ પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ હાલના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ વિરૂદ્ધ પોલીસ સ્ટેશન પહોંચી ફરીયાદ દાખલ કરી FIR નોંધવા પણ માંગ કરી હતી. દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ મારા સહિત 12 જેટલા લોકો પર એફઆઈઆર દાખલ કરી હતી અને એજ રીતે હું તેમના પર કેસ નોંધાવા માગુ છું. ભાજપ દ્વારા કરાયેલી ફરીયાદની જેમ જ મારી અને પ્રદેશ કોંગ્રેસની માગ સ્વીકારી તેઓ પર FIR દાખલ કરો અને તેની કોપી આપો. આ સાથે જ દિગ્વિજયસિંહે આરોપ લગાવ્યો કે, ભાજપની ફરિયાદ પછી, સમગ્ર રાજ્યમાં કોંગ્રેસના કાર્યકરોને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમની માંગ છે કે, વીડિયો કોણે બનાવ્યો અને તે વીડિયો કોણે સંપાદિત કર્યો છે. પોલીસ આ અંગે કાર્યવાહી કરે, જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કોર્ટમાં જઈશું.