બિલ ગેટ્સની બિહારના CM નીતિશ સાથે મુલાકાત, સ્વાસ્થ્ય સેવા પર કરશે ચર્ચા - bill gates
🎬 Watch Now: Feature Video
પટના: બિલ ગેટ્સ આજે બિહારના પટના પહોંચ્યા છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર સાથે સંવાદ ભવનમાં બિલ ગેટ્સ સાથે મુલાકાત કરશે. જણાવી દઈએ કે, બિલ ગેટ્સની સંસ્થા મિલિંડા ફાઉન્ડેશન સતત બિહારના આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહી છે. આ જ બધા કાર્યોની સમીક્ષા કરવા બિલ ગેટ્સ પટના પહોંચ્યા છે અને મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે મુલાકાત કરશે. સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર તેઓ મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે વાતચીત કરશે તેમજ એવા ઘણા ક્ષેત્રો છે. જ્યાં ફાઉન્ડેશને રસ દાખવ્યો છે. બિલ ગ્રેટ્સે પટનામાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. નીતિશ કુમાર અને બિલ ગેટ્સ સાથે મળીને ચર્ચાઓ કરશે.