લોથલમાં મેરિટાઈમ મ્યૂઝિયમ બનાવવાનું CM મોદીનું સપનું PM મોદી સાકાર કરશે - ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન
🎬 Watch Now: Feature Video
ન્યુઝ ડેસ્કઃ લોથલમાં મેરિટાઈમ મ્યૂઝિયમનો વિચાર સૌ પ્રથમવાર 16 વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન તરીકે વ્યક્ત કર્યો હતો. વર્ષ 2020-21ના સામાન્ય બજેટમાં અમદાવાદ નજીક આવેલા લોથલમાં મેરિટાઈમ મ્યૂઝિયમ બનાવવા અંગે જાહેરાત કરવામાં આવી છે. આ અંગેનો વિચાર સૌ પ્રથમ વખત આજથી આશરે 16 વર્ષ અગાઉ ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ દરમિયાન રજૂ કર્યો હતો. 13મી ડિસેમ્બર 2003ના દિવસે કચ્છમાં મુંદ્રા આદીપુર રેલ લિન્કના લોકાર્પણ સમારંભ વખતે મીડિયાને સંબોધન કરતા ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ લોથલમાં મેરિટાઈમ મ્યૂઝિયમ બનાવવા અંગે જણાવ્યું હતું.