ETV Bharat / state

પૂર્વ વલસાડ પાલિકા પ્રમુખ ભાજપમાં જોડાયા, AAPના સૂપડા સાફ - RAJU MARCHA JOINED BJP

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વલસાડમાં ભાજપમાં આનંદનો માહોલ છે. અગાઉ ચાર ઉમેદવાર બિનહરીફ થયા બાદ હવે, પૂર્વ પાલિકા પ્રમુખ ભાજપમાં જોડાયા છે.

પૂર્વ વલસાડ પાલિકા પ્રમુખ ભાજપમાં જોડાયા
પૂર્વ વલસાડ પાલિકા પ્રમુખ ભાજપમાં જોડાયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2025, 10:56 AM IST

વલસાડ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિવિધ બેઠકો કબજે કરવા રાજકીય પાર્ટીઓ વિવિધ દાવપેચ અજમાવી રહી છે. ત્યારે વલસાડ નગરપાલિકામાં પણ ચૂંટણી માહોલ જામ્યો છે. એવામાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂકેલા તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ રાજુ મરચાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જતા રાજકારણ ગરમાયું છે.

રાજુ મરચાં ભાજપમાં જોડાયા : વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂકેલા તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ રાજુ મરચાંએ ચૂંટણી પહેલા જ કેસરી ખેસ પહેરી ભાજપમાં જોડાયા અને કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું. નોંધનીય છે કે, રાજકીય પક્ષોએ પાલિકા માટે ટિકિટ નહીં આપતા નારાજ ઉમેદવારો અન્ય પક્ષના છેડા પકડી રહ્યા છે.

પૂર્વ વલસાડ પાલિકા પ્રમુખ ભાજપમાં જોડાયા (ETV Bharat Gujarat)

ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ : 16મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કુલ ચાર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. જે પૈકી વોર્ડ નંબર 8 પર ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારો અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠકના ઉમેદવાર વૈશાલીબેન ધર્મેશભાઈ પટેલ, સામાન્ય સ્ત્રી બેઠકના ઉમેદવાર જેસ્ટીકા દર્શનભાઈ પટેલ અને પછાત વર્ગના ઉમેદવાર પંકજભાઈ ઠાકોરભાઈ આહીર બિનહરીફ વિજેતા બન્યા છે. તેમજ વોર્ડ નંબર 10 ના પછાત વર્ગ સ્ત્રી બેઠકના ઉમેદવાર માલતીબેન મુકેશભાઈ ટંડેલ સમાવેશ થાય છે.

વલસાડ નગરપાલિકા ચૂંટણી : આમ પાલિકાની ચૂંટણી પહેલા અનેક દાવપેચ રાજકીય ગતિવિધિઓમાં જોવા મળી રહ્યા છે. તેમજ હજુ પણ આગામી દિવસોમાં જોવા મળે તો નવાઈ નહીં. હાલ તો નગરપાલિકા ચૂંટણીને લઈને પક્ષપલટા અને પ્રચારનો માહોલ જામ્યો છે.

  1. ભાવનગર મનપાની 1 બેઠકમાં કોંગ્રેસના બે દાવેદાર, કોણ ફોર્મ પાછું ખેંચશે?કેટલા ફોર્મ ભરાયા?
  2. અમરેલીમાં ચૂંટણીનો માહોલ યથાવત, વરરાજા હાથમાં તલવાર લઈ પહોંચ્યા ચૂંટણી ફોર્મ ભરવા...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.