ધ ગુજરાતી સોશિયલ વેલફેર સોસાયટીનાં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં બાળકો તેમજ વડીલોએ પણ મોજ માણી... - સ્નેહમિલનનો કાર્યક્રમ રામોજી ફિલ્મ સિટી ખાતે યોજાયો
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ : ધ ગુજરાતી સોશિયલ વેલફેર સોસાયટી હૈદરાબાદના ઉપક્રમે દિવાળી સ્નેહમિલનનું રામોજી ફિલ્મસિટીમાં ભવ્ય આયોજન કરાયું હતું. આ દિવાળી સ્નેહમિલનમાં ધણી મોટી સંખ્યામાં સોસાયટીનાં મેમ્બર આવ્યાં હતાં અને રામોજી ફિલ્મસીટીમાં બાળકો સહિત સૌ કોઇએ આનંદ પ્રમોદ કર્યો હતો. બાળકોથી માંડીને વડીલોએ રામોજી ફિલ્મ સીટી જોયાનો હરખ વ્યકત કર્યો હતો અને આ ભવ્ય આયોજન બદલ સોસાયટીના પ્રમુખ સહિત સર્વે કમિટી સભ્યોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.