કૉર્ટની બહાર ચિદમ્બરમનું GDP મુદ્દે મંદ હાસ્ય, પંજો બતાવી મોદી સરકાર પર કર્યો કટાક્ષ - પી. ચિદમ્બરમ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ INX મીડિયા કૌભાંડ મુદ્દે ચારે તરફથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ચિદમ્બરમે આજે લોકોને મૂંઝવણમાં મૂકી દીધાં છે. કોર્ટ સંકુલની બહાર નીકળી તેમણે ફક્ત પંજાનું નિશાન દર્શાવી મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. કંઈ પણ બોલ્યા વગર તેમણે ઘટતા જતાં GDP દર મુદ્દે પંજો બતાવી કોંગ્રેસનું નિશાન અને ભાજપના જીડીપી ગ્રોથ દર્શાવી મંદ હાસ્ય રેલાવ્યું હતુ. તેમનુ આ હાસ્ય ખરેખર ભાજપ અને તેમના વિરોધીઓ માટે મૂંઝવણ ઉભુ કરે તેમ હતું.