મુંબઇના બાંન્દ્રા વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 1ની મોત, 5 ઇજાગ્રસ્ત - મુંબઇમાં બિલ્ડિંગ ધરાશાયી
🎬 Watch Now: Feature Video
મુંબઇના બાંન્દ્રા સ્થિત બહરામબાગ વિસ્તારમાં 4 માળની બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે વધુ 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત બપોરે 2 વાગ્યે બન્યો હતો, જ્યારે રઝાક ચાલીના મકાનના કેટલાક ભાગ અચાનક પડી ગયા હતા. આ વિસ્તારના ધારાસભ્ય ઝીસાન સિદ્દીકીના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડ અને પોલીસની મદદથી તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. વરસાદના કારણે ફાયર બ્રિગેડના જવાનોને કાટમાળ દૂર કરવામાં મુશ્કેલી પડી રહી છે.
Last Updated : Jun 7, 2021, 7:11 AM IST