કોરોના મહામારીમાં શ્રમિકોને ઘર સુધી પહોંચાડવા મોદી સરકારે ટ્રેનો દોડાવી હતી: જુગલસિંહ લોખંડવાલા - Jugalsinh Lokhandwala
🎬 Watch Now: Feature Video
નવી દલ્હી: રાજ્યસભામાં ભાજપના સાંસદ જુગલસિંહ લોખંડવાલાએ બુધવારે ભાજપ સરકાર અંતર્ગત રેલવે મંત્રાલયની કામગીરીઓ અને કરવામાં આવેલા સુધારા વધારાઓ અંગે માહિતી આપી હતી. તેમણે કોંગ્રેસ સરકાર પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું હતું કે, "લોકો કહે છે કે, કોરોના મહામારીમાં ટ્રેનો નહોતી ચાલી. પરંતુ લોકડાઉન દરમિયાન શ્રમિકોને ઘર સુધી પહોંચાડવા માટે મોદી સરકારે ટ્રેનો દોડાવી હતી. આ ઉપરાંત માલસામાનની હેરાફેરી પણ ટ્રેનો મારફતે જ થતી હતી." તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ સરકારે વર્ષ 2013-14માં રેલ મંત્રાલય માટે 62 હજાર કરોડની ફાળવણી કરી હતી. જ્યારે, મોદી સરકારે વર્ષ 2021-22માં 2.15 લાખ કરોડની ફાળવણી કરી છે. જે અત્યાર સુધી સૌથી વધારે છે.