ઉત્તર પ્રદેશના બિજનોરમાં કાર પૂરમાં તણાઈ, ડ્રાઇવરનું મોત - Uttar Pradesh Police
🎬 Watch Now: Feature Video
ઉત્તર પ્રદેશ: બિજનોર મંડાવલી વિસ્તારના મોટા મહાદેવ ભાગુવાલા રોડ પર હરિદ્વારથી આવી રહેલી કાર પાણીના જોરદાર પ્રવાહથી તણાઇ ગઈ હતી. જેથી ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. જ્યારે પોલીસ કર્મચારીઓની મનાઇ છતાં ડ્રાઇવરે ગાડીને પાણીમાં ચલાવતા આ અકસ્માત થયો હતો. જેમાં પોલીસે મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ અંગેની માહિતી મળતા નજીકના ગામોમાંથી સેંકડો લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.