ભરૂચ સાંસદે લોકસભામાં ખેડૂત મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો... - Bharuch MP
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક: દેશ વિકાસ તરફ હરણ ફાળ કરી રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્યના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં ખેડૂતોની જમીનને લઇને અનેક પશ્નો કર્યા હતા. જેમાં તેઓએ કહ્યું કે, વિસ્તારમાંથી ઉદ્યોગ અને બુલેટ ટ્રેન જેવા મહત્વના મોટા પ્રોજેક્ટો આકાર લઇ રહ્યાં છે, ત્યારે કહી શકાય કે દેશ વિકાસ તો કરી રહ્યો છે પરંતુ તે વિકાસ પાછળ ગરીબ ખેડૂતોની મહામુલી જમીન છીનવાઇ છે અને તેનો ખેડૂતોને પુરતો ભાવ પણ મળતો નથી અને ઉત્પાદનને લઇને આયકર વિભાગ પણ હેરાન પરેશાન કરે છે જેને લઇને તેઓએ લોકસભામાં વિવિધા પ્રશ્નો કર્યા હતા.