Two Nation Theory: કોંગ્રેસની નહીં, હિન્દુ મહાસભાની દેન છે: આનંદ શર્મા - rajya sabha
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: આનંદ શર્માએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, આ બિલ સંવિધાન નિર્માતાઓ પર પ્રશ્ન ઊભો કરે છે. શું તેમને આ બાબતે સમજ નહોતી. ભારતના સંવિધાનમાં કોઈની પણ સાથે ભેદભાવ નથી થયો. વિભાજન બાદ જે પણ લોકો અહીં આવ્યા તેમને સન્માન મળ્યું છે. ટુ નેશન થ્યોરી કોંગ્રેસની દેન નથી. કોંગ્રેસે ટુ નેશન થ્યોરીનો તો કોંગ્રેસે વિરોધ પણ કર્યો હતો અને તેને બેન પણ કર્યું હતું. હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગે બે દેશની થ્યોરીનું સમર્થન કર્યું હતું. હિન્દુસ્તાનના ભાગલા અંગ્રેજોના કારણે થયા, કોંગ્રેસના કારણે નહીં...નવો ઈતિહાસ લખવાનો પ્રયત્ન ન કરો.
Last Updated : Dec 11, 2019, 1:35 PM IST