હૈદરાબાદ દુષ્કર્મની ઘટના બાદ મહિલાઓમાં જાગૃતિ અંગે યુવતીએ ટુ-વ્હીલર પર કરી 4600 કિમીની યાત્રા - Women's Awareness Campaign
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5629543-thumbnail-3x2-nitu.jpg)
જોધપુર: હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસ બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં રાજસ્થાનના બાડમેરના બાલોતરાની રહેવાસી નીતુ ચોપડાએ યુવતીઓ અને મહિલાઓમાં જાગૃતી આવે એ ઉદ્દેશ્યથી ટુ-વ્હીલર પર ભારત ભ્રમણ કરવાનો વિચાર કર્યો છે. નીતુ ચોપડા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની લગભગ 4600 કિમીની યાત્રા પૂર્ણ કર્યા પછી જોધપુર પહોંચી હતી.