Russia Ukraine War : યુક્રેનમાં રશિયાના હુમલાથી થયેલી અવિસ્મરણીય તબાહી, જુઓ યુદ્ધની ભયાનકતા - Russia ukraine conflict
🎬 Watch Now: Feature Video
યુક્રેન અને રશિયા (Russia Ukraine War) વચ્ચેના યુદ્ધની ભયાનકતા હવે સામે આવવા લાગી છે. યુક્રેનના અલગ-અલગ ભાગોમાં સૈન્ય કાર્યવાહી બાદ ઘણી ઇમારતોને ખરાબ રીતે નુકસાન થયું છે. યુક્રેનના યુદ્ધના વીડિયોમાં જોઈ શકાય છે કે રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ યુક્રેનની ઘણી ઈમારતોમાં (Buildings in Ukraine catch fire) આગ લાગી ગઈ છે. યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોના વીડિયોમાં સ્થાનિક અગ્નિશામકો રાહત અને બચાવ કામગીરી હાથ ધરતા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, રશિયન હુમલા બાદ યુક્રેનમાં પહેલા દિવસે 137 લોકોના મોત થયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘણા દેશોએ રશિયાના વિશેષ સૈન્ય ઓપરેશનની નિંદા કરી છે. દરમિયાન, ભારતીય સમય અનુસાર, યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહીને લઈને 26 ફેબ્રુઆરીએ UNSCમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવનાર છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST