Dakor Municipality Scam : ડાકોર નગરપાલિકાની પાવતી દ્વારા લાખોનું કૌભાંડ, બે કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ - ગુજરાતમાં કૌભાંડ બાબતે સસ્પેન્ડ
🎬 Watch Now: Feature Video
ખેડા : ડાકોર નગરપાલિકામાં રદ કરવામાં આવેલી પાવતી બુકોમાં (Receipt Book Scandal in Dakor) લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ મામલે ચીફ ઓફીસરે ફરિયાદ નોંધાવી હતી. નગરપાલિકાએ હરાજી કરી ન હતી છતાં દુકાન ભાડાની પાવતી મળી હતી. જેમાં વર્ષ 2020 ની પાવતી બુકોની તપાસ કરતા તે મળી ન હતી. પાવતીને આધારે લાખો રૂપિયાની બારોબાર (Dakor Municipality Scam) ઉઘરાણી કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બે પૂર્વ ટેક્સ કર્મચારી રાજેશ સેલાણી અને હાર્દિક ભટ્ટ વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને બંને કર્મચારીઓને 11 નવેમ્બર, 2021થી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST