Torture of stray cattle in Jamnagar: જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ બાઈક ચાલક પર કર્યો હુમલો - જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ
🎬 Watch Now: Feature Video
જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. એક બાજુ મનપા (Jamnagar Municipal Corporation) રખડતાં પશુઓને પકડી તેનો નિકાલ કરવાની વાત કરવામાં આવે છે. પણ દિવસે દિવસે ઢોરનો ત્રાસ વધતો (Torture stray cattle in jamnagar )જાય છે અને અનેક શહેરીજનોને રખડતા ઢોર અડફેટે લેતા હોવાની ઘટનાઓ બની રહી છે. જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દિરા સોસાયટીમાં રાતે અગિયાર વાગ્યે આ ઘટના બની હતી. લોકોના ટોળાં વૃદ્ધની બચાવ કામગીરીમાં લાગી પડયા હતાં. આખરે આ વૃદ્ધને ઢોરની ઝપટમાંથી બચાવ્યા હતાં અને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં (Jamnagar Guru Gobind Singh Hospital )સારવાર અર્થે ખસેડ્યાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST