સલાયા નગર પાલિકાના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, સમગ્ર પંથકમાં ગંદકીના ઢગલા - Sweepers of Salaya municipality went strike

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 3, 2022, 7:48 AM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

છેલા 2 દિવસથી સલાયા નગર પાલિકાના 75 જેટલા સફાઈ કામદારો અચાનક જ હડતાળ પર ઉતરી જતાં સલાયામાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. સફાઈ કામદારો દ્વારા પોતાને સમયસર પગાર ન મળતો હોય એ ઉપરાંત PFની રકમ પણ જમા થતી નથી. સફાઈ કામગીરી દરમ્યાન જરૂરી સાધનો જેવા કે સેફટી સૂઝ, કીટ, દવાઓ , પણ યોગ્ય પ્રમાણમાં કચેરી દ્વારા આપવામાં આવતા નથી. નોકરી કરી રહેલા કર્મચારીઓને કાયમી કરવા અને ઊંચ પગાર ધોરણ કરી આપવા, મહેકમ મુજબ જગ્યા ભરવા જેવી અનેક બાબતો અંગે રજૂઆતો કર્યા બાદ પણ કોઈ નિકાલ નહિ આવતા તમામ 75 જેટલા કર્મચારીઓ ગાંધી ચીંધ્યા માર્ગે હડતાળ પર ઉતર્યા હતા. હડતાળ દરમ્યાન કર્મચારીઓએ ઢોલ નગારા સાથે રામધૂન બોલાવી નગર પાલિકા તંત્રને સદબુદ્ધિ આપવા ભગવાનને પ્રાથના કરી હતી. મહિલા સફાઇ કામદારોએ છાજીયા લય નગર પાલિકા વિરુધ હાઈ હાઈના નારા લગાવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.