દુષ્કાળના કારણે ખેતરમાં રડતા ખેડૂતનો વીડિયો વાઈરલ
🎬 Watch Now: Feature Video
બિહારમાં વરસાદના અભાવે દુષ્કાળના (drought in Bihar) કારણે બિહારના ખેડૂતો પરેશાન છે. આ દરમિયાન બિહારમાં દુષ્કાળથી પીડિત ખેડૂતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વરસાદના અભાવે ડાંગરના ખેતરમાં ખેડૂત રડી રહ્યો છે. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે સ્પષ્ટ નથી. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસું સક્રિય થઈ જાય છે. પરંતુ બે-બે સારા વરસાદ બાદ હજુ સુધી ડાંગરની ખેતી માટે પૂરતો વરસાદ થયો નથી. બિહારના ખેડૂતો (Farmers of Bihar) ખરીફ સિઝનમાં મોટી માત્રામાં ડાંગરની ખેતી કરે છે. જુન મહિનામાં સારા વરસાદને જોતા ખરીફ પાકનું વાવેતર (Planting of kharif crops) કરતા ખેડૂતોએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેઓએ નવું વાવેતર પણ કર્યું, પરંતુ જૂનના અંતથી જુલાઈ સુધી સારો વરસાદ થયો નથી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST