ક્યારે સુધરશે ? ફરી એકવાર વડોદરામાં બેફામ શિક્ષણ વહેંચાણ વિડીયો થયો વાયરલ - અક્ષર પબ્લિક સ્કૂલ વાયરલ વિડીયો
🎬 Watch Now: Feature Video
વડોદરા : આગામી શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં શાળાઓ ખુલતા જ શાળાઓની મનમાની (Vadodara School Controversy) સામે આવી રહી છે. તેવામાં વડોદરા શહેરની અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા શાળામાં જ પુસ્તકો વેચવાનું શરૂ કરી દેવાતાં વિવાદ સર્જાયો છે. વડોદરા શહેરની અક્ષર પબ્લિક સ્કૂલમાં શાળા સંકુલના પાછળના ભાગે ખાનગી સ્ટેશનરી દ્વારા પાઠ્યપુસ્તક (Controversy Over Books in Vadodara) વેચવાનું શરૂ કરી દેવાયું હતું. જેનો વિડીયો વાલીઓ એ જ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા સ્કૂલ દ્વારા વિદ્યાના નામે ચાલતો વેપાર છતો થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પ્રસારિત થતા જ શાળા દ્વારા પુસ્તકો વેચવાનું બંધ કરી દેવાયું હતું. વાલીઓનું કહેવું છે કે તેઓને શાળામાંથી જ પાઠ્ય પુસ્તક ખરીદવા માટે દબાણ કરાતું હતું. તેને લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા શાળા સામે પગલા લેવાની માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ શાળાનો વિવાદ સામે આવ્યો હતો ત્યારે દંડ ફટકારવામાં આવ્યો હતો. છતાં શાળા સંચાલકો સુધરતા નથી જેથી DEO કચેરી જો યોગ્ય (Akshar Public School Controversy) પગલાં નહીં લે તો આંદોલનની ચીમકી વડોદરા વાલી મંડળે ઉચ્ચારી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST