મુસેવાલાની હત્યા બાદ કારમાં પાર્ટી કરતા શૂટર્સનો વીડિયો વાયરલ, અડધો ડઝનથી વધુ પિસ્તોલ - Moosweala accused guns video
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15736896-thumbnail-3x2-.jpg)
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ શૂટર્સનો એક વીડિયો (Moosweala murder accused video)વાયરલ થયો છે. આ વીડિયોમાં એક કારની અંદર પાંચ શૂટર્સ દેખાય છે. તેમના હાથમાં હથિયાર છે, જેને તેઓ લહેરાવી રહ્યા છે. જેમાં બે બદમાશો આગળની સીટ પર બેઠા છે જ્યારે ત્રણ બદમાશો પાછળની સીટ પર બેઠા છે. તેમની પાસે અડધો ડઝનથી વધુ પિસ્તોલ (Moosweala accused guns video) છે, જેને હલાવીને તેઓ ગીત પર ઝૂમી રહ્યા છે. આ વીડિયો કયા સમયનો છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. આમાંથી કેટલાક શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયો હત્યા બાદનો જણાવવામાં આવી રહ્યો છે. પંજાબમાં 29 મેના રોજ ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. Etv Bharat વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST