કેજરીવાલ નિકળ્યા રિક્ષા ચાલકના ઘરે ભોજન કરવા, જૂઓ વીડિયો - gujarat assembly Election 2022
🎬 Watch Now: Feature Video
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે છે. જેને લઈને આજે સોમવારે તેમણે આજે ઓટોના ડ્રાઈવરો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન વિક્રમ દંતાણી નામના રિક્ષા ચાલકે અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. આથી CM કેજરીવાલ આજે સોમવારે સાંજે 8 વાગ્યે તાજ સ્કાય લાઈન હોટલથી ઘાટલોડીયાના કે.કે નગર સુધી વિક્રમ દંતાણીની રિક્ષામાં બેસીને તેમના ઘરે જમવા ગયા હતા. . આ દરમિયાન, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી પણ સાથે ગયા હતા. જોકે પોલીસ દ્વારા કેજરીવાલને પહેલા મંજૂરી આપવામાં આવી ન હોત, પરંતુ બાદમાં મંજૂરી આપવામાં આવી હતી અને રિક્ષા વિક્રમના ઘરે પણ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. Arvind Kejriwal Gujarat Visits, Arvind kejriwal Dinner At Rickshaw Driver House, gujarat assembly Election 2022
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST