વેસ્ટનો માઉન્ટ એવરેસ્ટ ભાંગવા કામ શરૂ, સાયન્ટિફિક એપ્રોચ અપનાવ્યો - disposal in scientific manner
🎬 Watch Now: Feature Video
વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation)દ્વારા શહેરના ઘરે ઘરેથી કચરો એકત્ર કરી તેને તરસાલી બાયપાસ ડમ્પીંગ (Vadodara dumping yard) સાઇડ ઉપર ઠાલવવામાં આવે છે. જ્યાં કચરાનો પર્વત ઉભો થતા લોકોને દુર્ગંધનો પણ સામનો કરવો પડતો હતો. જેને લઇ હાલમાં કચરાનો વૈજ્ઞાનિક રૂપે નિકાલ (Scientific disposal of waste Vadodara) કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. બે એજન્સીઓને કોર્પોરેશન દ્વારા કામ સોંપવામાં આવ્યું છે. જેમાં બંને એજન્સી દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન (Door to door waste collection) કરવામાં આવે છે. જે એકત્ર થયેલ કચરાને તરસાલી બાયપાસ ખાતે આવેલ ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે. હાલમાં ડમ્પિંગ સાઈટ પર કચરાના પર્વતો ઉભા થઈ ગયા છે. ત્યારે આસપાસમાં રહેતા નાગરિકો તેમજ વાહન ચાલકોને પણ અતિ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ અહીં ભૂતકાળમાં આગ લાગવાની ઘટના પણ બની હતી. જેને પગલે પણ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે કેન્દ્ર સરકારના સ્વચ્છતા મિશન (Swachh Mission Gujarat )અંતર્ગત હાલમાં વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ (Swachh Bharat Mission) કરવા પ્રાયોગિક ધોરણે ચાર લાખ મેટ્રિક ટન કચરા નિકાલ માટે ઇજારદારને કામગીરી સોંપવામાં આવી છે. જે ઈજાદાર દ્વારા હાલમાં સવા ત્રણ લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવે છે. જેને પગલે દુર્ગંધોના સામનો કરેલા નાગરિકોને હાલમાં થોડી રાહત થઈ છે. જોકે તમામ કચરાનો નિકાલ થતાં હજુ બે વર્ષથી વધુ સમય ગાળો લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ કચરામાંથી પથ્થરો પ્લાસ્ટિક તેમજ રબરના ટાયરો મશીનરી દ્વારા અલગ તારવવામાં આવે છે. અને કચરામાંથી નીકળતા પ્લાસ્ટિકનેસ્ટીમેન્ટ કંપનીઓમાં મોકલાય છે. જ્યારે કચરામાંથી બનતો ખાતરને ગાર્ડનમાં જરૂરિયાત મુજબ વાપરવામાં આવતું હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST