સીએમ યોગીની સભામાં આમંત્રણ આપવા સુરતમાં બુલડોઝર રેલી યોજાઇ - સીએમ યોગીની સભા
🎬 Watch Now: Feature Video
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ UP CM Yogi Adityanath સુરતમાં ચૂંટણી સભાને સંબોધવાના છે. બુલડોઝર બાબાના કહેવાતા યોગીના સ્વાગત માટે એક દિવસ પહેલા સુરતના ગોડાદરા ચોર્યાસી વિધાનસભા બેઠક માટે Choryashi Assembly Seat બુલડોઝર દ્વારા રેલી Bulldozer rally in Godadara યોજાઈ હતી. યોગી આદિત્યનાથની સભામાં લોકોને આમંત્રિત કરવા માટે બુલડોઝર રેલી કાઢવામાં આવી હતી. શુક્રવારે ગોડાદરા વિસ્તારમાં યોગી આદિત્યનાથ સભા ગજવશે. સભા પહેલા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બુલડોઝર પર સવાર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રેલી BJP Rally on Bulldozer કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ઉત્તર ભારતીય લોકોની સંખ્યા લાખોમાં છે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 માટે ઉત્તર ભારતીય મતદાતાઓને રીઝવવા માટે અહીં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સભાને સંબોધશે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST