આગ ભભૂકી ઉઠતા કંપનીનો માલિક ભાગી ગ્યો, લોકોના સ્વાસ્થ્ય પર પડી અસર
🎬 Watch Now: Feature Video
વાપી : વાપી GIDCના 3rd ફેઈઝ વિસ્તારમાં આવેલ ધ સ્ટાન્ડર્ડ કેમિકલ નામની કંપનીમાં સોમવારે સાંજના સમયે અચાનક સલ્ફરના ગોડાઉનમાં (Godown Fire in Gujarat) આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે આસપાસના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તેમજ આંખોમાં બળતરા થવાની ફરિયાદ ઉઠી હતી સામાન્ય રીતે સલ્ફરમાં આગ લાગે એટલે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ નામનો ગેસ ઉત્પન્ન થતો હોય છે. આગની ઘટના (GIDC Fire in Vapi) બાદ આસપાસની કંપનીઓમાંથી કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા.આગ પર કાબુ મેળવવા વાપી નોટિફાઇડ, વાપી GIDCના ફાયરને બોલાવવામાં આવ્યા હતા. તો વાપી ઇમર્જન્સી સેન્ટરની ટીમ અને પોલીસ જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેઓએ કંપની આસપાસના વિસ્તારને કોર્ડન કરી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ અંગે VECCના ઇન્ચાર્જ એસ.એસ. પટેલે જણાવ્યું હતું કે, હાલ સલ્ફરને કારણે આસપાસના લોકોમાં શ્વાસ લેવાની અને આંખોમાં બળતરા થવાની ફરિયાદ ઉઠી છે. આગની ઘટના બાદ કંપનીનો (The Standard Chemical Company Fire) માલિક કંપની છોડીને ભાગી ગયો છે. આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ જાણવા મળ્યું નથી. ગેસની અસર સ્વાસ્થ્ય પર થઈ શકે તેમ હોય તોય પૂરતી કાળજી સાથે આગને કંટ્રોલમાં લેવાની કાર્યવાહી ચાલી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST