વ્યારા ઉનાઈ નેશનલ હાઇવેના રમ્યા રામ, લોકોને પડતી મુશ્કેલી - ઉનાઇ નેશનલ હાઈવે પર ખાડા
🎬 Watch Now: Feature Video
તાપી - ઉનાઈના નેશનલ હાઈવે( National Highway of Unai) પ્રથમ વરસાદમાં જ હાઈવે ધોવાઈ ગયો છે. વ્યારામાં પ્રવેશતા મસમોટા ખાડા હાઇવે પર પડી જતા વાહન ચાલકોમાં અકસ્માતની દહેશત સેવાઇ રહી છે. આમ થોડા જ વરસાદમાં જ જિલ્લાનો રસ્તો તૂટતા હાઈવે ઓર્થોરીટીની નબળી કામગીરી(Poor performance of Highway Authority) સામે સવાલો ઉભા થયા છે. આ હાઈવે પર પાનવાડી ગામમાં પ્રવેશતાં જ મસમોટા ખાડા પડયા છે. ખાડા પડતા આવતા-જતા નાના મોટા વાહન ચાલકોને મોટી દુર્ઘટનાનો ભય રહે છે. હાઈવે રોડ પર ખાડાને લઈને નાના વાહન ચાલકો ખાડામાં ખાબકે છે. આમ પ્રથમ વરસાદમાં હાઇવે પર ખાડા પડતા વાહનચાલકો અને રાહદારીઓને પરેશાની ભોગવવી પડે છે. આમ હાઈવે ઓર્થોરિટીની નબળી કામગીરી સામે આવી હતી. વ્યારાના પાનવાડી વિસ્તારમાં(Panwadi area of Vyara) પ્રવેશતા જ રસ્તા પર પડેલા ખાડા પૂરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી હતી. વરસાદની સિઝન શરૂ થતાં જ વ્યારા ઉનાઇ નેશનલ હાઈવે પર ખાડા(Potholes on Unai National Highway) પડી ગયા છે. પ્રથમ વરસાદમાં જ હાઈવે રોડ પર ખાડા પડતા વાહન ચાલકોમાં રોષ વ્યાપ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST