છોકરાએ પત્રકાર બનીને પોતાની સ્કૂલનું રીપોર્ટિંગ કર્યું, વીડિયો વાયરલ થતા શિક્ષક ઘરભેગા - સોશિયલ મીડિયા ઝારખંડ
🎬 Watch Now: Feature Video
ગોડ્ડા: ઝારખંડ રાજ્યમાંથી એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક બાળ પત્રકાર પોતાની સ્કૂલની અવદશા અંગે રીપોર્ટ કરી રહ્યો છે. આ નાનકડા પત્રકારનું નામ સરફરાઝ (Sarfaraz reporting plight of school) છે. જેને પોતાની જ સ્કૂલનું ગ્રાઉન્ડ રીપોર્ટિંગ કરી (Sarfaraz Viral Video) નાંખ્યું છે. ખાસ વાત એ છે કે, આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video Sarfaraz) પર જોરશોરથી વાયરલ થયો છે. જેના પડઘા છેક શિક્ષણ વિભાગ સુધી પડ્યા છે. સ્કૂલની આવી સ્થિતિ સામે આવતા ઝારખંડના શિક્ષણ વિભાગે તાત્કાલિક ધોરણે પગલાં લેવાના શરૂ કર્યા છે. એટલું જ નહીં શાળાના જ બે શિક્ષકોને ઘરભેગા પણ કરી દીધા છે. જ્યારે આ અંગે એમને ખુલાસો પૂછાયો ત્યારે એમની પાસે કોઈ જવાબ ન હતો. પણ નાનકડા પત્રકારના આ વીડિયોએ દૂર દૂર સુધી પડઘા પાડી દીધા છે. ઘણા યુઝર્સ આના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST