Monsoon Festival 2022 : ડાંગનું સૌંદર્ય પ્રવાસીઓને કરી રહી છે આફરીન આફરીન...
🎬 Watch Now: Feature Video
ડાંગ : ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જેને લઇને પ્રવાસીઓમાં (Gujarat Tourism Monsoon) માણી રહ્યા છે. વરસાદનું જોર સામાન્ય થતા લોકો ડાંગના કુદરતી સૌંદર્યને માણવા દૂર દૂરથી અહીં પહોંચી રહ્યા છે. ગીરાધોધ પણ તેનો નયન રમ્ય સ્વરૂપ ધારણ કરતા પ્રવાસીઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાત પ્રવાસન વિભાગ એમ.ડી આલોક પાંડે સાપુતારા ખાતે ચાલતા વિકાસના કામોની સમિક્ષા કરી હતી. અધિકારીએ દર વર્ષે ચોમાસામાં (Saputara Monsoon Festiva 2022) પ્રવાસીઓની આકર્ષવા માટે યોજાતા મોનસુન ફેસ્ટિવલની તૈયારીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. એમ.ડી પાંડે જણાવ્યું હતું કે શ્રાવણ માસના પ્રારંભ સાથે 30 જુલાઈથી સાપુતારા ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક માસ માટે મોનસુન ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. આ વખતે મોનસુન ફેસ્ટિવલ 2022ને મેઘમલ્હાર ફેસ્ટિવલ (Megh Malhar Parv 2022) નામ આપવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST