Sanctuary Close for Tourist : જામનગરની ત્રણે સેન્ચુરીમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ જાણો કેમ? - Sanctuary Close for Tourist
🎬 Watch Now: Feature Video
આજથી બરડા, ખીજડિયા અને નરારા સેન્ચુરીમાં (Three Centuries in Jamnagar) પ્રવાસીઓ પર ચાર માસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલે કે જામનગરના પશુ,પક્ષી અને દરિયાઈ જીવોને ચાર મહિના શાંતિ મળશે. ચોમાસુ સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક કોરોના સમયથી બંધ હતાં. બાદમાં કોરોનાના કેસ ઘટતા તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક ખોલવામાં આવ્યા હતાં. જામનગર નજીક આવેલ ખીજડિયા પક્ષી અભયારણ્યમાં (Khijariya Bird Sanctuary) 300 પ્રજાતિના દેશવિદેશના પક્ષીઓ વસવાટ કરે છે. મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ અહીં આવતા હોય છે. હવે ચોમાસા સિઝન (Monsoon Gujarat 2022) દરમિયાન પ્રવાસીઓને તમામ અભયારણ્ય અને નેશનલ પાર્કમાં એન્ટ્રી નહીં મળે.એટલે કે અભયારણ્યમાં પ્રવાસીઓ માટે (Sanctuary Close for Tourist) પ્રતિબંધ મૂકાયો છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST