રાજુલામાં જૈન સમાજ દ્વારા શેત્રુંજ્ય ગિરિરાજ વિવાદ મુદ્દે અપાયું આવેદન - Jain Community Mahareli
🎬 Watch Now: Feature Video
અમરેલીના રાજુલામાં જૈન સમાજના (Rajula Jain Samaj Memorandum) આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં પ્રાંત કચેરીમાં આવેદનપત્ર (Amreli Collector ) આપ્યું હતું. અસામાજિક તત્ત્વો દ્વારા થતી શેત્રુંજ્ય ગિરિરાજ ગંભીર મુશ્કેલીનો અંત લાવવા રાજુલા શહેર ખાતે આવેદનપત્ર આપી નિવારણ લાવવા લોકમાંગ કરાઈ હતી. જેમાં ભાવનગરના પાલિતાણામાં સ્થિત શેત્રુંજય પર્વત પરના જૈન અને હિન્દુ ધાર્મિક સ્થાનોનો વિવાદ (Controversy of Jain and Hindu religious places )વધુ વકર્યો છે. જેમાં તેઓની માગણી છે કે, ગિરીરાજ પર બનતા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે નીલકંઠ મંદિરમાં પૂજારી અને આણંદજી કલ્યાજી પેઢી વચ્ચે વિવાદ સર્જાયો હતો. હિન્દુ સંગઠનોએ નીલકંઠ મહાદેવ મંદિર પર આણંદજી કલ્યાણજી પેઢીએ કબજો લઈ ત્યાં ચોકીદારની નિયુક્તી કરી હતી. આ વિવાદ ચરમસીમા ત્યારે પહોંચ્યો જ્યારે ત્યાં તોડફોડ કરવામાં આવી હતી. રોહિશાળામાં જૈન તીર્થંકર આદિનાથના પ્રાચીન પગલાં પણ ખંડિત કરવામાં આવ્યા હતાં. આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડતા જૈન સમાજે હવે મહારેલી (Jain Community Mahareli) કરવાનું નક્કી કર્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST