સ્કૂલ બસ ધસમસતા પૂરમાં તણાઈ, 11 જણાના જીવ પડીકે બંધાયાં અને... - જામનગર કલેક્ટર કચેરી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 7, 2022, 8:22 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આજે સવારથી અનરાધાર વરસાદ (Heavy Rain in Kalavad )વરસી રહ્યો છે. એવામાં આજે બપોરના સુમારે કાલાવડના નાના વડાલા ગામે બસ (Private School Bus Trapped in Heavy Rain) તણાવાની ઘટના સામે આવી છે. નાના વડાળા ગામે પાણીનો ધસમસતા પ્રવાહ વચ્ચે ખાનગી શાળાની બસ પાણીના ( Private School Bus )પ્રવાહમાં પલટી જતા એક તબક્કે સૌના જીવ પડીકે બંધાયા હતાં. જોકે ગામ લોકો અને કાલાવડ ફાયરબ્રિગેડની ( Kalavad Fire brigade )જહેમતથી વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કઢાયાં (Rescue of students) હતાં અને હાલ કોઈ જાનહાનિ થઇ ન હતી. કાલાવડ મામલતદારે ( Kalavad Mamlatdar ) આપેલી માહિતી પ્રમાણે આ બસમાંથી 1 ડ્રાઈવર, 2 ટીચર, 8 વિદ્યાર્થીઓને બહાર સહીસલામત કાઢવામાં આવ્યા છે અને તમામ લોકો સુરક્ષિત છે. જામનગર પથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..ખાસ કરીને જામનગર કલેકટર કચેરી (Jamnagar Collectorate) દ્વારા લોકોને સાવધાન રહેવા સૂચના પણ આપવામા આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.