એક જ રાતમાં 3 ચોરીઃ સાબરકાંઠામાં ATM તોડ ચોર ટોળકી શક્રિય - એક રાતમાં ત્રણ ATM તૂટ્યા
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા જિલ્લાના ઇડર તેમજ વડાલી તાલુકામાં શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ત્રણ ATM મશીનો (ATM broken stolen in Sabarkantha) તોડી લાખોની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. SBI બેંકના ATMમાંથી લાખોની ચોરી (Vadali ATM broken stolen) કરવાના બનાવને લઇ બેંકના સિક્યુરિટી ગાર્ડ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે એક જ રાતમાં ઇડર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી IDFC બેન્કનું ATM અને વડાલીમાં પોલીસ મથકેથી થોડેક દૂર આવેલા SBI બેંકના ATM સહિત ડોભાડા ચોકડી ખાતેના ખાનગી કંપનીના ATMને ગેસ કટર વડે કાપી ATM મશીનમાંથી લાખોની ચોરી થયાનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે ઈડર તેમજ વડાલી તાલુકાના ATM મશીન માંથી ચોરીને બેંક મેનેજરોએ ઈડર વડાલી પોલીસ મથકે ખાતે અજાણ્યા ચોર ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. (Idar Vadali ATM broken stolen)
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST