પોરબંદરમાં માછીમાર સમાજ દ્વારા નવરોજની ઉજવણી થાય છે કંઈક આ રીતે - ખારવા સમાજ નવરોજની ઉજવણી
🎬 Watch Now: Feature Video
પોરબંદર: માછીમારોનો દરિયાદેવ સાથે રોજ માછીમાર વ્યવસાય જોડાયેલ છે. ચોમાસાની ઋતુમાં દરિયાદેવમાં નવા નીર આવતા હોય છે. આ નીરનું પૂજન માછીમાર સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવે છે. દરિયાદેવમાં ખાંડ તથા સાકર પધરાવી, આ નવા વર્ષમાં દરિયાદેવ મીઠા રહે અને કોઈ જાનહાનિ ન કરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. ખારવા સમાજની પરંપરા મુજબ સમાજના મુકાદમની વરણી પણ કરવામાં આવે છે. જેની છડી રેતીમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત, ખારવા સમાજના(Kharava Community Porbandar) અલગ અલગ 9 ડાયરાના 27 પટેલો પોતાના ડાયરામાંથી ખાંડ લાવે છે. જેને ખારવા સમાજ દ્વારા દરિયા દેવને અર્પણ કરવામાં આવે છે. ખારવા સમાજની પરંપરા મુજબ આજે માછીમારોમાં કહેવાય છે કે, નવા નારોજ આવ્યા છે. એટલે કે, નવ કેહતા નવા વર્ષના અને રોજ કેહતા રોજગારીનો સહારો. આમ રોજબરોજ થતી રોજગારીમાં આ નવા વર્ષની રોજગારી શરુ થતા દરિયા દેવને પૂજા અર્પણ(Kharva Samaj Worship of Sea) કરીયે છીએ. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. આ પરંપરા હજુ પણ માછીમાર સમાજે જાળવી રાખી છે. દર વર્ષે દરિયા દેવનું પૂજન ધામધૂમ પૂર્વક(Kharva Samaj Navroj Celeberation) કરવામાં આવે છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST