નેશનલ લેવલ માટે સરકારની મદદ જોઈએ છે : જીમ્નાસ્ટિક કોચ - Gymnastics Games Gujarat Performance

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2022, 9:27 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

વડોદરા : 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે વડોદરાના સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ (National Games in Vadodara) ખાતે ગુજરાતની ટીમે પણ પરફોર્મ કર્યું હતું. ગુજરાત જીમ્નાસ્ટિક કોચ તેજસ પટેલે જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સ ગુજરાતને હોસ્ટ કરવામાં આવી તેના માટે ખુશી છે. ગુજરાતના ખેલાડીઓ ખૂબ મહેનત કરી છે અને પહેલીવાર આ રમતમાં પરર્ફોમ કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જીમ્નાસ્ટિક (Gymnastics Games Gujarat Performance) રમતના સાધનો આપવામાં આવે તો વધુ સારું પરફોર્મ  કરી શક્યા હોત. અમારી ટીમ આગામી નેશનલ લેવલમાં વધુ મેડલ લાવી શકે તે માટે અમને સરકારની મદદ જોઈએ છે. સાથે જ આ રમતમાં વડોદરાનો જિનમાસ્ટ ધ્રુવ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને ગુજરાતની ટીમ પ્રથમવાર પરર્ફોમ કરી રહી છે, ત્યારે ખૂબ ખુશી થાય છે અને હાલમાં 5 સુરતના અને હું વડોદરાના ખેલાડી તરીકે રમી રહ્યો છું. અમને પ્રેક્ટિસ માટે યોગ્ય સાધન સામગ્રી મળે તો અમે સારું પરફોર્મ કરી શકીશું. National Games 2022, Vadodara Gymnastics Games
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.