કથાકાર મોરારી બાપુએ ઘરે ઘરે તિરંગો લહેરાવવા લોકોને અપીલ કરી - મોરારી બાપુ
🎬 Watch Now: Feature Video
ભાવનગર દેશમાં 75 માં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગરમાં ઘરે ઘરે તિરંગો લહેરાવવા રામ કથાકાર મોરારી બાપુ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ અપીલ દેશવાસીઓને ત્રિપુરા ખાતેથી રામકથા દરમિયાન મોરારી બાપુએ અપીલ કરી હતી. બાપુએ કહ્યું હતું કે આપણા (Har Ghar Tiranga)વડાપ્રધાને અપીલ કરી છે. અને હું વ્યાસપીઠ પરથી લોકોને અપીલ કરું છું. આમાં કોઈ કૉમેન્ટના કરશો ભારત આપણો દેશ છે અને એ દેશનું 75નું સ્વાતંત્ર્ય પર્વ મનાવવું જોઈએ. મોરારી બાપુએ લોકોને ત્રિપુરાથી ત્રણ દિવસ સુધી તિરંગો લહેરાવવા સંકલ્પ કરાવ્યો હતો. ત્રિપુરાથી પરત આવતા તલગાજરડા આવ્યા બાદ મોરારી બાપુ અને ભીખુદાન ગઢવી સહિતનાની ઉપસ્થિતિમાં તિરંગો લહેરાવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST