બાબુ બોખીરિયાએ બોલ ફટકારીને ચૂંટણીની બતાવી તૈયારી - નમો પોરબંદર કપ ક્રિકેટ ટુર્નામેન્ટ
🎬 Watch Now: Feature Video
પોરબંદર શનિવારથી માધવાણી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદર ખાતે રાત્રે 8 વાગ્યાથી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ નમો પોરબંદર કપનું (Namo Porbandar Cup in Porbandar) આયોજન કરાયું છે. પોરબંદરના સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય બાબુ બોખીરીયા નમો પોરબંદર કપનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટુર્નામેન્ટના આયોજક ડો. આકાશ રાજશાખાએ જણાવ્યું હતું કે, યુવાનોમાં ક્રિકેટ (Namo Porbandar Cup cricket tournament) પ્રત્યે વધુ રુચિ છે અને રમત ગમત ક્ષેત્રમાં યુવાનો આગળ આવે એ હેતુથી આ નમો પોરબંદર કપનું આયોજન કરાયું છે. જેમાં પોરબંદર જિલ્લા અને ગામડાની કુલ 32 જેટલી ટીમોએ ભાગ લીધો છે. 8 ઓક્ટોમ્બરથી શરૂ થયેલા આ કપમાં 17મી ના રોજ સેમી ફાઇનલ અને 18 ઓક્ટોમ્બરના રોજ મેગા ફાઈનલ યોજાશે. વિજેતાઓને અઢળક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. જ્યારે પોરબંદરના સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય બાબુ બોખીરિયાએ હાથમાં બેટ લઈ બોલ ફટકારી યુવાનોને ક્રિકેટ માટે પ્રોત્સાહિત કર્યા હતા. સાંસદ રમેશ ધડુકે યુવાનો નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તો આવનારી ચૂંટણીમાં ભાજપ કેવી બેટિંગ કરશે તેવો પ્રશ્ન પૂછતાં ધારાસભ્ય બાબુ બોખીરિયાએ ભાજપ દ્વારા ચૂંટણીમાં બેટીંગની તમામ તૈયારી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પોરબંદરમાં ભાજપ ધુવાંધર બેટિંગ કરશે તેમ જણાવ્યું હતું. (Porbandar cricket tournament)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST