ટોળાથી અલગ થયો નાનો હાથી, વન વિભાગ ટીમે કરાવ્યું માં સાથે મિલન - વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
🎬 Watch Now: Feature Video
જશપુર, છત્તિસગઢ : જશપુર ટપકારા ફોરેસ્ટ રેન્જમાં નાનો હાથી તેના ટોળામાંથી વિખુટો પડી ગયો હતો. ગામલોકોએ આ હાથીના બાળકને પકડી લીધા અને તેની સાથે મસ્તી કરવા લાગ્યા હતા. હાથીના બચ્ચા સાથે મસ્તી કરતા ગ્રામજનોનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગ્રામજનોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયો હતો. જે બાદ વન વિભાગને આ ઘટનાની માહિતી મળી હતી. વન વિભાગની ટીમે મદનિયાને હાથીના ટોળા સાથે મળાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના માટે પશુચિકિત્સકોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. હાથીના બચ્ચાનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે બાદ તેને જંગલમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. (Little elephant reached Samdama of Jashpur)
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST