નવસારીમાં અચાનક દીપડાના દર્શન થતા લોકોમાં ફફડાટ, જુઓ વીડિયો - સોશિયલ મીડિયા પર દીપડાનો વિડીયો વાયરલ
🎬 Watch Now: Feature Video
નવસારી: નવસારીના જલાલપુર તાલુકાના બોડાલી ગામે કદાવર દિપડો કમ્પાઉન્ડ વોલ પર ચડતા કેમેરામાં કેદ થયો. ગામમાં દિપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. જંગલોના નિકંદન જેમ જેમ થતા જાય છે, તેમ વન્ય પ્રાણીઓ પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારો તરફ ખોરાકની શોધમાં દેખાતા હોય એવા કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પાલતુ પશુઓનો ઘણીવાર શિકાર (Leopard sighted in Jalalpur Navsari in Gujarat) પણ કરતા જોવા મળ્યા છે. નવસારી જિલ્લામાં પણ અવારનવાર દિપડાઓ દેખાવાનો સિલસિલો સામાન્ય થયો છે. નવસારી જિલ્લામાં હાલ શેરડીની કાપણી ની શરૂઆત થઈ છે, ત્યારે દિપડાઓ ખાસ કરીને શેરડીના ખેતરમાં પોતાનો પડાવ નાખતા હોય છે. ખેડૂતો પણ શેરડી કાપવા પહેલા ફટાકડા ફોડી કે થાળી વગાડીને દીપડાને ભગવતા હોય છે. દીપડાઓ શેરડીના ખેતરમાંથી નીકળી અન્ય જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે. જલાલપુર તાલુકાના બોડાલી ગામે પણ એક કદાવર દિપડો રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરી કમ્પાઉન્ડ વોલ પર ચડતા બાજુના રસ્તા પરથી પસાર થતી વેળા ગામના કોઈ રાહદારીએ કમ્પાઉન્ડ વોલ પર ચડતા દિપડાનો (Leopard sighted in Jalalpur Navsari in Gujarat) વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો. ત્યારબાદ દીપડો દિવાલ સુધી અંધારામાં પલાયન થઈ ગયો હતો કદાવર દીપડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ (video of a leopard has gone viral on social media) થતા ગ્રામજનોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST