અલગ અંદાજમાં કુમાર કાનાણી: ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા ચાલ્યા - વિધાનસભાની ચૂંટણી
🎬 Watch Now: Feature Video

સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા બેઠક ઉપર આજે વિધાનસભા ઉમેદવાર કુમાર કાનાણી પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા. પરંતુ તેઓ કંઇક અલગ અંદાજમાં ઘોડા પર સવાર થઈને નીકળ્યા હતા. આ રેલી સમયે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. તમને જણાવી દઇએ કે વરાછા વિસ્તાર એ પાટીદારોનો ગઢ ગણવામાં આવે છે. પાસના આંદોલન સમયે આ વિસ્તારમાં સૌથી વધારે વિરોધ જોવા મળ્યો હતો. તે સમયે આટલો વિરોધ હોવા છતા આ બેઠક પર કુમાર કાનાણી જીતીને આવ્યા હતા. અને ફરી એક વખત તેમને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સમયે પોતાના સમર્થકો જોડે ભાજપ જીતશે ના નારા સાથે કુમાર કાનાણી ઘોડા પર સવાર થઈને નીકળ્યા હતા. સાથે જ તેમણે ફરી વખત તેઓએ પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. Varacha assembly seat Gujarat Assembly Election 2022 Gujarat Assembly Elections
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST