અકસ્માત નહીં નિયમ નડ્યો : MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીને પરીક્ષા આપવા ન દીધી - AGSU Student Organization
🎬 Watch Now: Feature Video
વડોદરાની MS યુનિવર્સિટીમાં હાલ વિવિધ ફેકલ્ટીમાં (MS University Exam)પરીક્ષા ચાલી રહી છે. બીજી ઘણી ફેકલ્ટીમાં વેકેશન પણ શરૂ થઈ ગયું છે. કોરોના કાળ દરિમયાન ગુજરાતની તમામ યુનિવર્સિટી પરીક્ષા ઓનલાઇન લેવામાં આવી હતી. ત્યારબાદ કોરોના કહેર ઓછો થતા ગુજરાતમાં યુનિવર્સિટી રાબેતા મુજબ ઓફલાઇન શરૂ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીને શરમાવી જાય તેવી ઘટના બની હતી હિતાક્ષી વૈદ્ય નામની TY Bcomમાં અભ્યાસ કરતી વિધાર્થીની પરીક્ષા આપવા પોતાના ઘરે થી નીકળી હતી. મનીષા ચોકડી અકસ્માત થયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હિતાક્ષી તેની માતાને બોલાવી ડોકટરી દવા કરાવી જેમતેમ પોતાની પરીક્ષા આપવા કોમર્સની યુનિટ બિલ્ડિંગ પર પહોંચી હતી. પરંતુ કમનસીબે કોમર્સના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીનીને બેસવા દેવામાં આવી ન હતી. સાથે AGSU વિદ્યાર્થી સંગઠન (AGSU Student Organization )પણ આવી પહોંચ્યું હતું અને જ્યાં સુધી હિતાક્ષીને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચમીકી આપી હતી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST