પાટલીપુત્ર એક્સપ્રેસના ડબ્બા એકબીજાથી છૂટા પડ્યા, પ્રવાસીઓના જીવ તાળવે - undefined
🎬 Watch Now: Feature Video
જલગાંવ: મહારાષ્ટ્રના જલગાંવમાં પાટલીપુત્રર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા અનકપલ થઈ ગયા હતા. જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, રાહતની વાત એ છે કે, આ ઘટનામાં પ્રવાસીઓ સુરક્ષિત છે. મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર મંગળવારે બપોરે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં મુંબઈથી પટના જતી એક્સપ્રેસ ટ્રેનના કેટલાક ડબ્બા એકબીજાથી છૂટા પડી ગયા હતા. આ ઘટનામાં કોઈ મુસાફરને કોઈ ઈજા થઈ ન હતી.લોકમાન્ય તિલક ટર્મિનસ-પટના એક્સપ્રેસ ટ્રેનના કોચ S5 અને S6 મુંબઈથી 300 કિમીથી વધુ દૂર આવેલા ભુસાવલ ડિવિઝનના ચાલીસગાંવ અને વાઘલી સ્ટેશનો વચ્ચે બપોરે 12.38 વાગ્યે અલગ થઈ ગયા હતા. પાટલીપુત્ર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા જલગાંવમાં પલટી ગયા હતા. ભુસાવલ ડિવિઝનના ચાલીસગાંવ અને વાઘલી સ્ટેશનો વચ્ચે બપોરે 12.38 વાગ્યે અલગ થઈ ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST