50 જેટલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતાં દુકાનદારોને આર્થિક માર - Rain Forecast in Gujarat
🎬 Watch Now: Feature Video
સુરત હવામાન વિભાગની આગાહીને લઈનેે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઓલપાડ તાલુકાના કીમના પૂર્વ વિસ્તારમાં યોગ્ય વરસાદી પાણીના નિકાલની તંત્ર એ વ્યવસ્થા ન કરતા 50 જેટલી દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા અને દુકાનદારોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે વરસી રહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. હાલ મેઘરાજા વિરામ લે તેવી લોકો પ્રાથના કરી રહ્યા છે, રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. Gujarat rain update, Rain in Surat, Rain Forecast in Gujarat
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST