Presidential Election 2022 : નવા રાષ્ટ્રપતિ બંધારણ અને લોકોના હક્કનું પાલન કરે : વિપક્ષ - ગુજરાતના ધારાસભ્ય

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 18, 2022, 2:06 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

ગાંધીનગર : સમગ્ર દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભા (Presidential Election Gujarat MLA) સંકુલમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 11.30 કલાક સુધી 82 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, રાજ્ય સરકારના પ્રધાન જીતુ વાઘાણી સહિતના આગેવાનોએ શરૂઆતના કલાકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે, ત્યારે જે પણ રાષ્ટ્રપતિ બને તે દેશના બંધારણનું પાલન કરે અને લોકોના હકનું પાલન થાય એવી ઇચ્છા રાખીએ છીએ. ગુજરાત, રાજસ્થાન પછી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને આદિવાસી સમાજના મત મેળવવા માટેની આ ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારના પ્રધાન જીતુ વાઘાણીએ રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન (Presidential Election 2022) કર્યા જણાવ્યું હતું કે, દેશમાં એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારતે આદિવાસી સમાજના ઉમેદવારને ઉભા રાખ્યા છે. આજનો દિવસ ગૌરવશાળી છે. NDAના ઉમેદવાર ખૂબ જ મોટી સરસાઈથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવશે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.