રાજેન્દ્ર રાઠવાએ ભાજપમાં જોડાવવાનું કારણ સ્પષ્ટ કર્યું, કહી મોટી વાત
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાં 28 જેટલા ઉમેદવારો ધારાસભ્યની ટિકિટની માંગણી કરી હતી. પરંતુ ગુજરાતનાં 182 ધારાસભ્યોમાં સૌથી સિનિયર મોસ્ટ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને તેઓના (Chhota Udaipur assembly seat) પુત્ર રાજેન્દ્ર રાઠવા કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા છે. જેને લઈને ભાજપમાં 28 જેટલા ઉમેદવારો ટિકિટના પ્રબળ દાવેદારોને રાજેન્દ્ર રાઠવાએ સાઈડલાઈન કરી છોટાઉદેપુર બેઠક પર ટિકિટ પાક્કી કરી લીધી છે. જેને લઈને છોટા ઉદેપુર જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ ઉપરાંત કોંગ્રેસ છોડી (Chhota Udaipur assembly election) ભાજપમાં જોડાયા બાદ મોહનસિંહ રાઠવા પુત્ર રાજેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની કાર્યર્પ્રદ્ધતીથી પ્રેરાયને કોંગ્રેસ છોડી કેસરિયો (Rajendra Rathwa joined BJP) ધારણ કર્યો છે. સમયની માંગ સાથે અમે કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કર્યો છે, અમારા પિતા સાથે નરેન્દ્ર મોદીના ઉષ્માભર્યા સંબંધોને લઇને અમે ભાજપમાં જોડાયાં છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવવાનો નિર્ણય અમે ખૂબ ટૂંકા સમયમાં નિર્ણય લીધો હોય જેને લઇને અમે ખુબ ઓછા કાર્યકરો સાથે અમે ભાજપમાં જોડાયા છીએ. (Gujarat assembly election 2022)
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST