લોકશાહીના પર્વ પર કોઈ કલુષિત કરતું હોય તો મતદાતાએ સુધારી લેવું : રૂપાલા

🎬 Watch Now: Feature Video

thumbnail
નવસારી : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Assembly seat in Navsari) પ્રથમ ચરણનું મતદાન 1 ડિસેમ્બરે થશે. જેને હવે થોડા દિવસો રહ્યા છે, ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર ફરીને ઝંઝાવાતી પ્રચારમાં જોતરાયા છે. જેમાં આજે કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાની ગણદેવી અને વાંસદા વિધાનસભા બેઠકો (Parshottam Rupala in Vansda) પર ઉમેદવારોના સમર્થનમાં સભા ગજવી હતી. રૂપાલાએ વાંસદામાં ગાંધી (Vansda assembly seat) મેદાનમાં ઉમટેલી જનમેદનીને જોતા વાંસદા બેઠક જીતીને રેકોર્ડ સ્થાપિત કરવાની અપીલ કરી હતી. સાથે જ કોંગ્રેસ દ્વારા ગુજરાતના અનેક વિકાસ કાર્યો અટકાવ્યા હતા અને ભાજપે વિકાસને ગતિ આપી હોવાની વાત સાથે વાંસદા બેઠક ફતેહ કરવા હાકલ કરી હતી. જ્યારે ચીખલી ખાતે દિનકર (Parshottam Rupala sabha in Vansda) ભવનમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં પૂર્વ કેબિનેટ પ્રધાન અને ગણદેવીના ઉમેદવાર નરેશ પટેલ, ધરમપુરના ઉમેદવાર અરવીંદ પટેલ માટે પાટીદારોને જંગી બહુમતી મળે તેવા પ્રયાસો કરવા અપીલ કરી હતી.(Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.