ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સુરત ભાજપ દ્વારા સેન્સ લેવા બીજો દિવસ પૂર્ણ - ભાજપ દ્વારા સેન્સ
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે (Gujarat Assembly Election 2022 ) ઉમેદવાર પસંદગી માટે ભારતીય જનતા પાર્ટી હરહંમેશ કાર્યકર્તાઓની સાંભળવાની સેન્સ પ્રક્રિયા ( BJP Sense Process ) કરવામાં આવી હતી. ચૂંટણી નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાઓ સાથે બેસીને વિચાર વિમ્સ કરીને તેમના મનની જે કોઈ વાતો હોય તે વાતોના અંતે નિષ્કર્ષ ઉપર પહોંચતી હોય છે. ઋષિકેશ પટેલે ( Rishikesh Patel in Surat ) સુરતમાં કાર્યકર્તાઓ જોડે મળીને બેસીને સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ત્યારબાદ પાર્ટી ચયનની પ્રક્રિયા કરતી હોય છે. જે પણ કોઈ નામ આવે તો તેમનો એક રિપોર્ટ બનાવી પ્રદેશને આપવાનો હોય છે. એમાં પ્રદેશ પણ પોતે વિચાર વિમર્સ કરીને પાર્લામેન્ટી બોર્ડ દિલ્હી સમક્ષ રજૂ કરે છે. સેન્સની પ્રક્રિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેઓ આખા ગુજરાતના કાર્યકર્તાઓ ઓળખતા હોય એવા આગેવાનોના નામ કેન્દ્ર લેવલ સુધીના તમામના સેન્સ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સમક્ષ મુકાશે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST