Lumpy Virus in Kutch : લમ્પી વાયરસ નાબૂદી માટે પ્રશાસન એક્શન મોડમાં

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 28, 2022, 10:41 AM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

કચ્છ : કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસ નાબૂદી (Lumpy Virus in Kutch) માટે પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, રસીકરણ અને સારવારની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા અલગ અલગ 78 ટીમ બનાવી કામગીરી શરુ (Gujarat Animal Husbandry Department) કરવામાં આવી છે. આ ટીમ પશુચિકિત્સા અધિકારીઓ, પશુધન નિરિક્ષકો અને પશુ ચિકિત્સક વાહનો સાથે સઘન સર્વે, સારવાર, રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના દસ તાલુકામાં ત્રીસ હજારથી વધુ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો (Lumpy virus symptoms) જોવા મળેલા છે. જેની સારવાર શરૂ છે તેમજ નિરોગી પશુઓમાં લમ્પી વાયરસનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધીમાં એક લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. પશુપાલકોને અપીલ કરવામાં આવે છે કે આપના પશુને લમ્પી વાયરસના (Vaccination of lumpy virus cattle) લક્ષણો જણાય તો ટોલ ફ્રી નંબર 1962 પર અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરો.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.