ગોધરા કોર્ટ સંકુલમાં આરોપીએ ઝેરી દવા ગટગટાવીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ - Godhra rape accused
🎬 Watch Now: Feature Video
ગોધરા કોર્ટ પરીસરમાં (Godhra court premises) દુષ્કર્મના આરોપીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે દોડધામ મચી જવા પામી હતી. મૂળ કાલોલના ભેલીદ્રા ગામનો દેવન્દ્ર જામસિંહ ચૌહાણ પોતે બે વર્ષ અગાઉ કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકે નોંધાયેલા દુષ્કર્મના ગુનાનો આરોપી જામીન મુક્ત હોય જે પોતે ગોધરા કોર્ટમાં મુદ્દત હોવાથી કોર્ટ પરિસરમાં આવ્યો હતો. અચાનક કોર્ટ પરિસરમાં જ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક પોલીસ તેને સારવાર અર્થે તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી. પ્રાથમિક સારવાર મળતા તેની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું આરોપી દેવેન્દ્રએ ફોરેટ નામની ઝેરી દવા તેને પોતાને દુષ્કર્મના કેસમાં (Godhra rape accused) સજા થવાની બીકે ગટગટાવી હોવાનું જાણવા મળ્યું હતું. પોતે ગોધરા કોર્ટમાં મુદ્દત હોવાથી ધરેથી એકલો જ આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દુષ્કર્મના આરોપીએ ગોધરા કોર્ટમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર કોર્ટ સંકુલમાં ચર્ચાનો વિષય બન્યો હતો. (Godhra court premises suicide Attempted)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST