ધોળા દિવસે અરવલ્લીમાં લૂંટારાઓનો આતંક...
🎬 Watch Now: Feature Video
અરવલ્લી - જિલ્લાના મુખ્ય મથક મોડાસાના પોશ વિસ્તારમાં આવેલા ઇલેટ્રોનિક્સની દુકાનમાં ધોળે દિવસે(Day time Robbery in Aravalli) બંદુકની અણીએ લૂંટનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મોડાસાના માલપુર રોડ(Malpur Road Modasa) પર આવેલી દુકનમાં ત્રણ બુકાનીધારીઓ ઘુસી જઇ દુકાનદાર પાસે નાણાં માંગણી(Thieves Threatened a Shopkeeper) કરી હતી. દુકાનદારે નાણાં ન આપતા તેને ઇજા પહોંચાડી લૂંટારૂઓ નાસી છુટ્યા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. મોડાસાના માલપુર રોડ કિષ્ના કોર્નર નામની ઇલેટ્રોનિક્સની દુકાનમાં આજે સવારે ત્રણ બુકાનીધારીઓ લૂંટના ઇરાદે ત્રાટક્યા હતા. જેમાંથી એક બુકાનીધારીએ બંદુક તાકી નાણાંની માંગણી કરી હતી. જોકે દુકાનદારે લૂંટારાઓનો પ્રતિકાર કરતા મામલો બિચક્યો હતો. દુકાનદાર અને લૂંટારા વચ્ચે ઝપાઝપી થતા દુકાનદારને માથાના ભાગે હથોડી મારી લૂંટારૂઓ નાસી છુટયા હતા. આ ઘટનાની (Robbery Case in Aravalli) જાણ થતા આસપાસના લોકોએ લૂંટારાઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ત્રણેય શખ્સો બાઈક લઈને નાસી છૂટ્યા હતા. મોડાસામાં સવારના સમયે લૂંટનો પ્રયાસ થતા દુકાનદારો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો આ સાથે પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST