મુખ્યપ્રધાને છોટાઉદેપુરમાં લોકાર્પણ-ખાતમુર્હત કરી વિરોધના પક્ષના નેતાના દુ:ખમાં લીધો ભાગ
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુર : મુખ્યપ્રધાને આદિજાતિ વિસ્તાર છોટાઉદેપુર જિલ્લામાં 131 કરોડ રૂપિયાના 70 જેટલા વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ (Chhotaudepur E launch) અને ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chhotaudepur CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, દરેક સમાજ, જાતિ, વંચિત, પીડિત, શોષિત અને અંતરિયાળ વિસ્તાર સુધી સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોંચાડી આપણે ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. વિકાસની ખૂટતી તમામ કડી પૂર્ણ કરી આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની (Chhotaudepur Development work) મુખ્યધારામાં લાવ્યા છીયે. હજુ પણ જરૂરિયાત મુજબના વિકાસ કામો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત છોટાઉદેપુર ખાતેનો કાર્યક્રમ બાદ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાના પિતાનાં બેસણાંમાં મુખ્યપ્રધાને હાજરી આપી હતી. મુખ્યપ્રધાને સુખરામ રાઠવાને મળી સંવેદના વ્યક્ત કરી હતી. સુખરામ રાઠવાને તાજેતરમાં થયેલા પિતૃ શોક અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતા સદગતને હાર્દિક અંજલિ આપી હતી. સાથે આરોગ્ય રાજ્યપ્રધાન નિમિષા સુથાર, ધારાસભ્ય અભેસિંહ તડવી સહિત તેમની સાથે જોડાયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST