સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો - Rama Clinic
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાના વરેલી ગામે ગ્રામ પંચાયત ઓફીસની સામે કૃષ્ણ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ રામા ક્લિનિકમાં (Rama Clinic In Surat) વિનોદકુમાર બ્રિજનંદન મિશ્રા ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસ કરવાના લાઇસન્સ વગર મેડિકલ પ્રેક્ટિસ (Bogus Doctor Without Degree In surat Exposed) કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તેને પકડી લીધો હતો. તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસ માટેનું કોઈ લાઇસન્સ મળી આવ્યું ન હતું. પકડાયેલો ડૉક્ટર રામા ક્લિનિક નામથી દવાખાનું ચલાવી એલોપેથીકની અલગ અલગ પ્રકારની દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસના સાધન વગર ડિગ્રીએ તેમજ ઇન્ડિયન મેડિસિન કાઉન્સિલ (Bogus doctor caught in Surat) અને ગુજરાત મેડિકલ કાઉન્સિલના નોંધણી પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરી મનુષ્યના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST